News of Monday, 26th August 2024
કુતિયાણા ચેકપોસ્ટ પાસેથી રાજકોટ તરફથી એમપી પાસીંગના ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો : ડ્રાઇવરની ધરપકડ
પક્ષીને ચણ નાખવાના બાચકાની પાછળ આ દારૂ છૂપાવાયો હતો :૧૩.૪૪ લાખ રૂપિયાની કિંમતનો ૧૦,૭૪૦ બોટલ દારૂ ઝડપાયો:. ૨૮૦ પેટી દારૂ અને બિયર જપ્ત

પોરબંદર જિલ્લાના કુતિયાણા ચેકપોસ્ટ પાસેથી રાજકોટ તરફથી એમપી પાસના એક ટ્રકને રોકી તલાસી લેવામાં આવતા ૧૩.૪૪ લાખ રૂપિયાની કિંમતનો ૧૦,૭૪૦ બોટલ દારૂ ઝડપાયો. ૨૮૦ પેટી દારૂ અને બિયર જપ્ત કરવામાં આવ્યો.
૧૨૦૦ બિયરના ટન કબજે લેવાયા છે. પક્ષીને ચણ નાખવાના બાચકાની પાછળ આ દારૂ છૂપાવવામાં આવેલ. મુકેશ જગન ગાડકે નામના ઇન્દોરના ડ્રાઇવરની ધરપકડ કરી છે. સબ ઇન્સ્પેક્ટર કે એન ઠાકરીયા, હેડ કોન્સ્ટેબલ પી.આર ઓડેદરા અને ટીમે કાર્યવાહી કરી હતી.( પરેશ પારેખ પોરબંદર)
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
