<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ટંકારાના ડેમી-2 ડેમ સાઈટ ઉપર એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો :ડેમનાં 7 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા

ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોય હેઠવાસમાં આવતા 11 ગામોને એલર્ટ કરાયા

ટંકારા : ટંકારાના ડેમી-2 ડેમ સાઈટ ઉપર એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ડેમમાં ભારે આવકના પગલે ડેમ 80 ટકાથી વધુ ભરાતા જેથી હવે ડેમનાં 7 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોય હેઠવાસમાં આવતા 11 ગામોને એલર્ટ કરાયા છે.

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-2 સિંચાઈ યોજના હાલની સ્થીતીએ 80 % ભરાયેલ છે. હવે પછી ડેમમાં ઉપરવાસના પાણીની આવક ચાલુ છે. ડેમનું કુલ લેવલ જાળવવા વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાતનાં પગલે ડેમનાં 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. જળાશયની કુલ સપાટી 48 મી. છે. જયારે જળાશયની હાલની જળસપાટી 47.50 મી. છે. હાલ 26020 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. બપોરે 3:30 થી 4:30 દરમિયાન ડેમના વિસ્તારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

નીચાણવાસમાં આવતા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા, જોડિયા તાલુકાના માવનુગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

(7:15 PM IST)