<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ભારે વરસાદથી ગોંડલના મોવિયાથી બંધીયા તેમજ ધોધાવદરને જોડતો પુલ અસરગ્રસ્ત

રસ્તાની અવર-જવર તાત્કાલિક બંધ કરતી ગ્રામ પંચાયત

રાજકોટ: ભારે વરસાદને પગલે ગોંડલના મોવિયા ગામે જુના ઝાંપા વિસ્તારમાં આવેલો મોવિયાથી બંધીયા તેમજ ધોધાવદરને જોડતો પુલ અસરગ્રસ્ત થતાં  મોવિયા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક અસરથી આ રસ્તા ઉપરની તમામ અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
આસપાસના ગામના લોકો તથા ખેડૂતો માટે જુનો ગ્રામ્ય માર્ગ એવો આ પુલ ૯૦ ફુટ લાંબો અને ૩૨ ફુટ પહોળો તેમજ ૫ મોટા ગોળાકારનો બનેલો છે.
   ગ્રામ પંચાયતે તાકીદના પગલા ભરી ભવિષ્યમાં કોઈ જાનહાની ન થાય તે માટે આ રસ્તાની અવર-જવર બંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેથી આ વિસ્તારમાં કોઈએ અવર-જવર ન કરવા મોવીયાના સરપંચ કંચનબેન રોહિતભાઈ ખુંટ દ્રારા જણાવાયું છે.

(8:03 PM IST)