News of Monday, 26th August 2024
પોરબંદર: ભારે વરસાદની આગાહી અને ગ્રામ વિસ્તારના રસ્તાઓ બંધ થવાની સંભાવનાને હોવાથી લોકોને લોકમેળામાં નહીં આવવા અનુરોધ
નિચાણવાળા વિસ્તારો તેમજ નદીકાંઠા આસપાસના વિસ્તારોમાં લોકોએ બહાર ન નીકળવા તેમજ સહી સલામત જગ્યાએ રહેવા અપીલ

પોરબંદર :આજે રાત્રે થી આવતીકાલ સુધીમા સમગ્ર રાજ્યમાં તેમજ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોવાથી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓમાં વધુ પાણીને લીધે રસ્તા બંધ થવાની સંભાવના હોય જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો ને પોરબંદર જન્માષ્ટમી લોકમેળામાં ન આવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે તેમજ નિચાણવાળા વિસ્તારો તેમજ નદીકાંઠા આસપાસના વિસ્તારોમાં લોકોએ બહાર ન નીકળવા તેમજ સહી સલામત જગ્યાએ રહેવા અપીલ કરવામાં આવે છે.( પરેશ પારેખ -પોરબંદર )
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
