<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ભુજમાં ડૂબવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી અને હજી અતિ ભારે વરસાદની ચેતવણીને પગલે તંત્ર એલર્ટ:લોકોને આશરો આપવા ત્રણ શાળાઓ ખુલ્લી મુકાઈ

ભરાયેલા પાણીના નિકાલ માટે ઇજનેર અને ડી સેટ માટેની વ્યવસ્થા ગોઠવાઈ

ભુજમાં ડૂબવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી અને હજી અતિ ભારે વરસાદની ચેતવણીને પગલે તંત્ર એલર્ટ છે,, લોકોને આશરો આપવા ત્રણ શાળાઓ ખુલ્લી મુકાઈ છે, ભરાયેલા પાણીના નિકાલ માટે ઇજનેર અને ડી સેટ માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે , શાળાઓ (૧) મુસ્લિમ સ્કૂલ, વિસ્તાર: સંજોગનગર, રહીમનગર જાફરશા પીર દરગાહ, મોટાપીર રોડ વિસ્તાર (૨) ચંદ્રજ્યોતિ શાળા નં ૧૩, મહિલા આશ્રમ પાસે, વિસ્તાર ગાંધીનગરી, આશાપુરાનગર, કોલીવાસ, કુંભારવાસ (૩) ભીમરાવનગર શાળા નં-૧૫, કોડકી રોડ, વિસ્તાર : જૂની રાવલવાડી આસપાસનો નિચાણવાળો વિસ્તાર. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(8:47 PM IST)