<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

લીંબડીના ઘાઘરેટીયા અને શિયાણી વચ્ચેના પુલનો ડાયવર્ઝનનો રસ્તો તૂટી જતાં વાહનવ્યવહાર બંધ

નાયબ મામલતદાર હરપાલસિંહ ડોડીયા દ્વારા સ્થળ પર જઈને મુલાકાત કરી સ્થળ ચકાસણી : સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી, લોકોને અવર જવર ન કરવા સૂચિત કર્યું

 સુરેન્દ્રનગર:સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના ઘાઘરેટીયા અને શિયાણી વચ્ચેના પુલની કામગીરી હાલ ચાલુ હોવાથી, ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. ડાયવર્ઝનનો રસ્તો તૂટી જવાની જાણ થતાં નાયબ મામલતદાર હરપાલસિંહ ડોડીયા દ્વારા રૂબરૂ સ્થળ પર જઈને મુલાકાત કરી સ્થળ ચકાસણી કરવામાં આવી હતી. સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી, લોકોને અવર જવર ન કરવા સૂચિત કર્યું હતું. માર્ગ અને મકાન વિભાગની ટીમને જરૂરી બેરેક ગોઠવવા પણ સૂચના આપવામાં આવી હતી.

(11:17 PM IST)