News of Monday, 26th August 2024
ભારે વરસાદની આગાહી પગલે જામ રાવલ ખાતે કાર્યરત લોકમેળો રદ કરાયો
નાગરિકોને સલામત સ્થળે ખસી જવાઈ કરાઇ અપીલ

ખંભાળીયા :હવામાન વિભાગની આગાહી મુજબ તા. ૨૮ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવનાને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતીને ધ્યાને રાખી અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જામ રાવલના સમૂહ લગ્ન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલો લોકમેળો રદ કરવામાં આવ્યો છે.
જામ રાવલના ચીફ ઓફિસરની યાદીમાં જણાવ્યા અનુસાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તા. ૨૮ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હોય અને વર્તું -૨ ડેમ સંપૂર્ણ ભરાયેલો હોવાને લીધે જો આ ડેમના દરવાજા ખોલવામાં આવે તો લોકમેળાના સ્થળ ઉપર પાણી ભરાઈ જવાની સંભાવના છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી આ લોકમેળો રદ કરવામાં આવ્યો છે. અને લોકમેળા સ્થળે રહેલા તમામ લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.
વધુમાં આ લોકમેળા માટે જે લોકોએ નગરપાલિકા ખાતે ભાડાની રકમ ભરેલી છે તેઓએ રકમની અસલ પોંચ રજૂ કરી ભાડાની રકમ પરત મેળવી લેવાની રહેશે તેમ ચીફ ઓફીસર જામ રાવલની યાદીમાં જણાવાયું છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
