તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 27th August 2024
મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે 9 રોડ બંધ.
સૌથી વધુ હળવદ તાલુકામાં સાત જ્યારે વાંકાનેર અને માળિયા મિયાણામાં પણ એક-એક રોડ ઉપર અવર-જવર બંધ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને પણ મોટી અસર થઈ છે. જિલ્લાના 9 રોડ બંધ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ 7 રોડ હળવદ તાલુકામાં બંધ થયા છે. આ સાથે વાંકાનેર અને માળિયા મિયાણામાં પણ એક-એક રોડ બંધ થયો છે.
(1) માળીયા એપ્રોચ રોડ (માળિયા મિ.તાલુકો)
કારણ : મચ્છુ ૩ ડેમનું પાણી છોડતા નીચાણવાળા વિસ્તારનો કોઝવે ઓવર ટોપ થવાથી
(2) હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ (હળવદ તાલુકો)
ધણાદ પાસેના કોઝવેમાં પાણી ઓવર ટોપિંગ થવાથી
(3) વેગડવાવ -ઇશનપુર રોડ (હળવદ તાલુકો)
કારણ : ઓવર ટોપિંગ થવાથી
(4) વેગડવાવ -ચંદ્રગઢ રોડ(હળવદ તાલુકો)
કારણ : ઓવર ટોપિંગ થવાથી
(5) મેરૂપર પાંડા તીરથ (હળવદ તાલુકો)
કારણ : ઓવર ટોપિંગ થવાથી
(6) ઢવાના જીવા રોડ ( હળવદ તાલુકો)
કારણ : ઓવર ટોપિંગ થવાથી
(7) હરીપર કોયબા (હળવદ તાલુકો)
કારણ : પાણીના ભારે પ્રવાહથી એક પિયરમાં સ્કાવરિંગ થવાથી બેસી ગયેલ
(8)દિઘલીયા (વાંકાનેર તાલુકો)
કારણ : દિઘલીયા ગામ થી ના મુખ્ય રસ્તા પર આવેલ કોઝ-વે પર પાણી ભરાઇ જવાથી હાલ અવર-જવર બંધ છે.
(9)દિઘડીયા (હળવદ તાલુકો)
કારણ : હળવદથી સરા ગામ જવાના મુખ્ય રસ્તા પર દિઘડીયા ગામ પાસે કોઝ-વે પર પાણી ભરાઇ જવાના લીધે બંધ છે
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
