News of Tuesday, 27th August 2024
ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર ભારે વરસાદની આગાહીને લઈ એલર્ટ મોડમાં.
આપત્તિની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર સહિત NDRF ની ટીમો ખડેપગે : 24X7 કંટ્રોલરૂમના શરૂ કરાયા

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.
આપત્તિની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર સહિત NDRF ની ટીમો ખડેપગે કરવામાં આવી છે.
કોઝ-વે અને પાણી ઓવરટોપિંગ થતું હોય તેવા વિસ્તારમાં નાગરિકોને ન જવા કલેકટરશ્રી આર. કે. મહેતા દ્વારા અપીલ કરવામાં આવી છે.
24X7 કંટ્રોલરૂમના શરૂ કરાયા
ભાવનગર શહેરમાં ભારે વરસાદની આગાહીને અનુસંધાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 24X7 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. જેના સંપર્ક નંબરોની વિગત નીચે મુજબ છે.
(1) 101
(2) (0278)2424814
(3) (0278)2424815
(4) (0278)2424878
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
