News of Tuesday, 27th August 2024
વિસાવદરમાં વધુ પાંચ ઈંચ વરસાદ ખાબકયો : મોસમનો કુલ વરસાદ ૭૫ ઈંચ : સાર્વત્રિક પાણી..પાણી..
આજે સવારે ૭થી ૯ માત્ર ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ ખાબકયો : હજુયે સતત વરસાદ ચાલુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરમાં વધુ પાંચ ઈંચ વરસાદ ખાબકયો છે. આજે સવારે ૭થી ૯ દરમિયાન માત્ર ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ પડયો છે. મોસમનો કુલ વરસાદ રેકોર્ડબ્રેક ૭૫ ઈંચ આસપાસ નોંધાઈ ચૂકયો છે. સાર્વત્રિક પાણી..પાણી છે. વિસાવદર શહેર-ગ્રામ્ય અને ગીર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદના વાવડ છે. હજુયે સતત વરસાદ ચાલુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદરમાં તા.૨૬ સોમવાર સવારે ૬થી તા.૨૭ મંગળવાર સવારે ૬ સુધીમાં ૮૬ મી.મી.વરસાદ નોંધાયો છે. જ્યારે આજે તા.૨૭ મંગળવારના રોજ સવારે ૭થી ૯ માત્ર બે કલાક દરમિયાન ૪૧ મી.મી.પાણી પડી ગયુ છે. મોસમનો કુલ વરસાદ ૧૮૬૯ મી.મી.નોંધાયો છે..!!
છેલ્લે મળતા અહેવાલ મુજબ વિસાવદરમાં આજે સવારે ૯થી ૧૦ દરમિયાન ૧૪ મી.મી.તથા ૧૦થી ૧૧ દરમિયાન ૬ મી.મી.વરસાદ નોંધાયો છે. હજુયે અવિરત વરસાદ ચાલુ છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
