<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં સવારે ૯.૧પ વાગ્‍યે એક સાથે 28 દરવાજા ખોલાયા

મચ્છુ 2 ડેમ માથી હાલ 2.16 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે : તોતિંગ પાણી છોડતા મચ્છુ નદી બની ગાંડીતુર
મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે આજે સવારે 9.15 વાગ્યાએ મોરબી જિલ્લામાં મહત્વના ડેમ મચ્છુ 2ની સ્થિત જોઈએ તો
મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 2.16 લાખ કયુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી મચ્છુ 2 ડેમનાં 18 દરવાજા 15 ફૂટ અને 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે. હાલ ડેમમાં આવકની સામે તેટલું જ 2.16 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

(11:40 AM IST)