News of Tuesday, 27th August 2024
ભારે વરસાદની સ્થિતિને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૦૩ રસ્તાઓ બંધ
જામનગર થી ખંભાળિયા જવાના રોડ પર બેડ ટોલનાકા નજીક બન્ને પુલ પર પાણી ભરાઈ જતા કલાકો વાહન વ્યવહાર થપ્પ: ખંભાળિયામાં ધોધમાર વરસાદ ચાલુ

દ્વારકા (કૌશલ સવજીયાણી, ખંભાળીયા દ્રારા) : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના પગલે તમામ નદી નાળાઓ છલકાયા છે. દેવભૂમિ દ્વારકા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૩ રસ્તાઓ હાલ બંધ છે.
માર્ગ અને મકાન વિભાગના અહેવાલ પ્રમાણે ઓવર ટોપિંગ થવાના કારણે ખંભાળિયા તાલુકાના સલાયા ગોઇંજ રેકલેમેસન રોડ, બેહ બારા રોડ તેમજ ભાણવડ તાલુકાના ભવનેશ્વર ઝારેરા રોડ બંધ છે. લોકોને બિન જરૂરી મુસાફરી ટાળવા તેમજ સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
દરમિયાન જામનગર થી ખંભાળિયા જવાના રોડ પર બેડ ટોલનાકા નજીક બને પુલ પર પાણી ભરાઈ જતા કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પા થવા પામ્યો હતો.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
