<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

ગોંડલ પાસેનું વેરી જળાશય ૧૦૦ ટકા ભરાયું: નદીના પટમાં નાગરિકોને અવરજવર ન કરવા સૂચના

રાજકોટ તા. ૨૭ ઓગસ્ટ : ગોંડલ તાલુકાનો વેરી જળાશય સો ટકા ભરાયેલ હોવાથી ફૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠાના વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં. જળાશય પૂર્ણ સપાટીએ ભરાયેલ હોઈ ગોંડલના કાંટોલકી તથા વોરાકોટડા ગામ લોકોએ સાવચેત રહેવા તથા

જળાશયના પટમા અવર જવર ન કરવા જિલ્લા વહીવટીતંત્રની યાદીમાં જણાવાયું છે 

(12:36 PM IST)