<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

જામકંડોરણાના બોરીયા ગામના ખેતરમાં ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યું

ફોફળ નદીના કાંઠે ખેતરમાં ફસાયા હતા મજૂર: ગોંડલ નગરપાલિકાની ફાયરની ટિમ દ્વારા રેસ્ક્યુ કરાયું

જામકંડોરણાના બોરીયા ગામના ખેતરમાં ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. ખેતર ફરતે નદીનું પાણી ફરી વળતા લોકો ફસાઈ ગયા હતા. ફોફળ નદીના કાંઠે ખેતરમાં મજુર  ફસાયા હતા,. ગોંડલ નગરપાલિકાની ફાયરની ટિમ દ્વારા રેસ્ક્યુ કરાયું છે. બે બાળક અને ખેત મજૂરને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

(6:40 PM IST)