News of Tuesday, 27th August 2024
સાગર સમો ભાદર ડેમ -૧ ઓવરફ્લો થવાની શક્યતા : જેતપુરમાં સાવચેતીના પગલે લોકોને સલામત સ્થળે ખસેડાયા.
ભાદરના સામાં કાંઠા વિસ્તારમાંથી ૨૦ પરિવારના લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા

જેતપુર : સાગર સમો ભાદર ડેમ -૧ ઓવરફ્લો થવાની શક્યતા હોય સ્થાનિક તંત્ર દ્વારા શહેરમાં રિક્ષા દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો ને સલામત સ્થળે ખસી જવા જાહેરાત કરાયા બાદ મામલતદાર તથા ચીફ ઓફિસર અશ્વિનભાઈ ગઢવી એ ટીમને સાથે રાખી ભાદરના સામાં કાંઠા વિસ્તારમાંથી ૨૦ પરિવારના લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરી ગોંદરા વિસ્તારમાં કામગીરી હાથ ધરી છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
