તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 27th August 2024
પોરબંદર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફુડ વિભાગની ટીમ દ્વારા મેળામાં સઘન ચેકિંગ કરાયું
લોકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે લોકમેળામાં ૨૫૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો : કચરા પેટી રાખવા, સ્વચ્છતા જાળવવા, ખાદ્ય ચીજ બનાવટમાં બિન આરોગ્યપ્રદ સામગ્રીનો ઉપયોગ ન કરવા વગેરે અંગે સૂચના અપાઇ

પોરબંદર:પોરબંદર ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફુડ વિભાગની ટીમ દ્વારા મેળામાં સઘન ચેકિંગ કરાયું હતું. લોકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે લોકમેળામાં ૨૫૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો.
પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળા દરમિયાન લોકોના આરોગ્યની સુખાકારી માટે જિલ્લાની ફુડ વિભાગની ટીમ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફૂડ વિભાગની ટીમે ખાણીપીણીના સ્ટોલ ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જન્માષ્ટમીના લોકમેળામાં ફૂડ વિભાગની ટીમે અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કર્યો હતો. બિન આરોગ્ય પ્રદ ખોરાકનો નાશ કરી લોકોના સ્વાસ્થ્યની તકેદારી રાખવા ફૂડ સ્ટોલ ધારકોને સૂચના આપવામાં આવી હતી.
વાસી, ઉઘાડા, અખાદ્ય, બિન આરોગ્યપ્રદ ખાતે પદાર્થનું વેચાણ ન કરવા, ખાદ્યચીજો બનાવવામાં ઉપયોગમાં લેવાતા વાસણો સ્વચ્છ અને ચોખ્ખા રાખવા ખાદ્યચીજ તેમજ બરફ બનાવવા માટે તથા પીવાનું પાણી ક્લોરીનેશન કરીને ઉપયોગ કરવા, માખી કે અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ ન વધે તે અંગે કાળજી રાખવા, પ્રિમાઇસીસ સ્વચ્છ રાખવા, કચરા પેટી રાખવા, ચેપી રોગથી પીડાતી વ્યક્તિઓને ખાદ્ય પદાર્થની બનાવટ કે વેચાણમાં સામેલ ન કરવા, ખાદ્ય પદાર્થો કાગળમાં ન આપવા અને દાજ્યા તેલનો ઉપયોગ ન કરવા તથા ખાદ્ય ચીજ બનાવવામાં બિન આરોગ્યપ્રદ સામગ્રીનો ઉપયોગ ન કરવા સહિતની બાબતે ફુડ સેફ્ટી ઓફિસર શ્રી એસ. એસ. રાવલ દ્વારા સૂચના આપવામાં આવી હતી. અને લોકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે લોકમેળામાં ૨૫૨ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હોવાનું જિલ્લાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
