<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગનું તંત્ર સગર્ભા બહેનોની લઈ રહ્યું છે વિશેષ કાળજી

જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ મુખ્ય આરોગ્ય અધિકારી બી.બી. કરમટાની ટીમ સગર્ભા બહેનોના સતત સંપર્ક :28 થી 31 ઓગસ્ટ સુધી પ્રસૂતાની તારીખ હોય તેવા ૩૯ બહેનો માંથી ૪ બહેનોની સફળ પ્રસૂતિ : ૩ બહેનોને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા, ૪ બહેનો જિલ્લા બહાર અને ૨૮ બહેનો સતત આરોગ્ય વિભાગના સંપર્કમાં

પોરબંદર:પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગનું તંત્ર સગર્ભા બહેનોની વિશેષ કાળજી લઈ રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા પોરબંદર સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગનું તંત્ર પ્રસૂતા બહેનોની વિશેષ તકેદારી રાખી રહ્યું છે. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ પ્રસૂતા બહેનોની આરોગ્ય વિભાગનું તંત્ર કાળજી લઈ રહ્યું છે. 

  મુખ્ય આરોગ્ય અધિકારી બી.બી. કરમટાની ટીમ સગર્ભા બહેનોના સતત સંપર્કમાં છે. જેમાં ૨૮ થી ૩૧ ઓગસ્ટ સુધી પ્રસૂતિની તારીખ હોય તેવા ૩૯ બહેનો માંથી ૪ બહેનોની સફળ પ્રસૂતિ કરવામાં આવી છે. અને ૩ બહેનોને સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. તેમજ ૪ બહેનો જિલ્લા બહાર હોવાનું જણાવવામાં આવ્યું છે. અને ૨૮ બહેનો સતત આરોગ્ય વિભાગના સંપર્કમાં હોવાનું જણાવાયું હતું. આમ પોરબંદર જિલ્લાના ગ્રામ પંથકમાં સગર્ભા બહેનોની વિશેષ તકેદારી આરોગ્ય વિભાગનું તંત્ર લઈ રહ્યું છે

(7:57 PM IST)