News of Tuesday, 27th August 2024
ઉપલેટા તાલુકાનું લાઠ ગામ સંપર્ક વિહોણું
ભાદર, મોજ અને વેણુ નદી ઓવરફ્લો થતાં ભાદર નદીના પાણી લાઠ ગામમાં ફરી વળતાં ગામમાં નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસ્યા

ધોરાજી : સતત બે દિવસ થી વરસી રહેલા વરસાદ વચ્ચે ભાદર, મોજ અને વેણુ નદી ઓવરફ્લો થતાં ભાદર નદીના પાણી લાઠ ગામમાં ફરી વળતાં ગામમાં નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી રહ્યાં છે તેમજ જળબંબાકાર ની પરિસ્થિતિ સર્જાયેલ છે અને વાહનવ્યવહાર બંધ થઇ જતા ગ્રામજનોની પરિસ્થિતી ખરાબ થયેલ છે કામથી બહાર ગયેલા લોકોને રાતવાસો પણ ઉપલેટા જ કરવાનો રહેશે હાલ વરસાદ પણ અવિરત ચાલુ જ છે જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો પરિસ્થિતી વધુ વિકટ બનશે અને તંત્ર પણ લાઠ ગામ સુધી આવી શકે તેવી કોઇ પરિસ્થિતી નથી.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
