<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

દ્વારકા ખંભાળિયા હાઇવે પર સાસોઈ અને પીપર ડેમના પાણી ફરી વળતા 2થી 3 કિમી સુધી લાંબો ટ્રાફિક જામ

સવારનાં 8 વાગ્યાથી લોકો ફસાયા:પડાણા પાટિયા પાસે લોકો રસ્તા પર રોકાવવા મજબૂર બન્યા

દ્વારકા ખંભાળિયા હાઇવે પર સાપર પાટિયા અને ભેટ ગામ વચ્ચે સાસોઈ અને પીપર ડેમના પાણી ફરી વળતા 2થી 3 કિમી સુધી ટ્રાફિકજામ થયો છે. આ સ્થિતિ સવારનાં 8 વાગ્યાથી લોકો ફસાયા છે. પડાણા પાટિયા પાસે લોકો રસ્તા પર રોકાવવા મજબૂર બન્યા છે. ભૂખ્યા તરસ્યા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ક્યારે રસ્તા પરનાં પાણી ઓસરશે? તે કહેવું મુશ્કેલ છે

(8:14 PM IST)