News of Tuesday, 27th August 2024
જામનગરમાં પાણીના પ્રવાહ વચ્ચે થાંભલા પર ફસાયેલા યુવકનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયુ
ભારે વરસાદના પરિણામે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં એક યુવક થાંભલા પર ચડી ગયા

જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે ભારે વરસાદના પરિણામે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં એક યુવક થાંભલા પર ચડી ગયા હતા .
આ અંગે જાણ થતાં સાંસદ પૂનમબેન માડમ ઘટના સ્થળ પર પહોચ્યા હતા. કલેક્ટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રની ટીમ દ્વારા એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લઇ રેસ્ક્યુ કરી વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
