<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાત્રે 8 વાગ્યેની મોરબી જિલ્લાના 10 ડેમોની સ્થિતિ નીચે મુજબ.

મોરબી જિલ્લાના તમામ 10 ડેમો ઓવરફ્લો : મચ્છુ 1 ડેમ 5 ફૂટે ઓવરફ્લો, મચ્છુ 2 ડેમનાં 16 દરવાજા જ ખુલ્લા, મચ્છુ 3નાં 14 દરવાજા ખુલ્લા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મંગળવારે રાત્રે 9 વાગ્યાએ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોની સ્થિતિ સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબ છે..

  વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 78195 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 5 ફૂટે ઓવર ફલો થઈ ગયો છે.
    મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 1.48 લાખ કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 16 દરવાજા 15 ફૂટ સુધી ખુલ્લા છે.
    જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 1.57 લાખ કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 14 દરવાજા 12.5 ફૂટ ખોલી 1.57 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
  ટંકારાના ડેમી 1 ડેમમાં 6372 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 0.29 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે.
    ડેમી 2 ડેમમાં 9519 કયુસેક પાણીની આવક છે. આ ડેમ 100 ટકા જેટલો ભરાયો છે. અને હાલમાં ડેમનાં 1 દરવાજા 4.5 ફૂટ ખુલ્લા છે.
   ડેમી 3 ડેમમાં પણ 19362 કયુસેક પાણીની આવક છે. આ ડેમ હાલમાં 100 ટકા ભરાયો છે. અને ડેમનાં 7 દરવાજા 4 ફૂટ સુધી ખુલ્લા છે.
   જ્યારે હળવદનો બ્રાહ્મણી 1 ડેમમાં 16124 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 1.40 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.
    જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 396 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમનાં 5 દરવાજા 1 ફૂટ ખુલ્લા છે.
     જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 1526 કયુસેક પાણીની આવક છે. અને આ ડેમ 100 ટકા ભરાયો છે. અને ડેમનાં 1 દરવાજા એક ફૂટ જેટલા ખુલ્લા છે.
   જ્યારે બંગવાડી ડેમમાં 1978 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ 100 ટકા ભરાતા એક ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.

(8:48 PM IST)