<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

ભાવનગર જિલ્લામાં છૂટો છવાયો અડધાથી એક ઇંચ વરસાદ

તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાંઓ લેવાયા :ભાવનગરમાં એનડીઆરએફ ની ટીમ પણ આવી પહોંચી

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભારે વરસાદની આગાહી ની વચ્ચે ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે છૂટો છવાયો અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો છે. જન્માષ્ટમીના દિવસે પણ જિલ્લામાં અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જન્માષ્ટમીના દિવસે દિવસ ભર ધીમીધારે વરસાદ પડ્યો હોય રજાના દિવસે લોકોનો તહેવાર બગડ્યો હતો.
ગોહિલવાડ પંથકમાં ભારે વરસાદ ની  આગાહીને પગલે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાંઓ લેવામાં આવ્યા છે અને ભાવનગરમાં એનડીઆરએફ ની ટીમ પણ આવી પહોંચી છે. પરંતુ ભાવનગરમાં હળવો વરસાદ જ પડ્યો છે. આજે મંગળવારે બપોર સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો. બપોર બાદ સાંજ સુધી વરસાદે વિરામ લીધો હતો.
આજે મંગળવારે સવારના 6 થી સાંજના 6 દરમ્યાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 20 ,ઉમરાળામાં 19, ભાવનગર શહેરમાં 7, ઘોઘામાં 3 ,સિહોરમાં 17, ગારીયાધાર 19, પાલીતાણા 9 ,તળાજા 7 ,મહુવા 5 અને જેસરમાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે.

(11:53 PM IST)