<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પોરબંદરના રોઘડા ગામે પાણીમાં ફસાયેલા નવ ગ્રામજનોને રેસક્યુ કરી સલામત સ્થળે ખસેડતું વહીવટી તંત્ર

રાત્રીના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ફિલ્ડમાં ફરજ બજાવી રહ્યા છે: રેવન્યુ ,પોલીસ, પંચાયત નગરપાલિકા તંત્રનું ટીમ વર્ક

પોરબંદર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભાદર નદીમાં ભારેપુર વહી રહ્યું છે.

પોરબંદર જિલ્લામાં પ્રવેશતા ભાદર નદી ઘેડ વિસ્તારમાં દર વખતે પૂરને લીધે વિસ્તરે છે અને પાણી સીમ વિસ્તારમાં પણ ફરી વળે છે.
કુતિયાણાના એસ.ડી.એમ પારસ વાંદાએ માહિતી ખાતાની ટીમને જણાવ્યું હતું કે રોઘડા ગામે રાત્રિના સીમ વિસ્તારમાં પાણી આવી જતા બાળકો સહિત નવ લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂરિયાત જણાતા તાત્કાલિક જિલ્લા કંટ્રોલરૂમ ખાતેથી સંકલન કરી રેવન્યુ પોલીસ ફાયર બ્રિગેડની ટીમે નવ વ્યક્તિઓને બચાવી લીધા હતા.
પોરબંદરના કલેક્ટર એસ.ડી.ધાનાણીએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત તકેદારી રહે અને કોઈ જાનહાની ન થાય તે માટે ગ્રામ્ય તાલુકા કક્ષાએ પણ ટીમોને ફિલ્ડમાં રહેવા સૂચના આપી છે જેના પગલે ઝડપી રિસ્પોન્સથી કામગીરી કરવામાં આવી છે. તાલુકા કક્ષાએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ પણ કાર્યરત છે.
 રોઘડાની રેસ્કયું કામગીરીના અંતે  સંકલનથી બોટની મદદથી રેસ્ક્યુ હેઠળના નાગરિકોને રોઘડા ગામે લઈ જવામાં આવ્યા છે

(12:17 AM IST)