News of Wednesday, 28th August 2024
ભાદર-૨ ડેમમાં પાણીની પુષ્કળ આવક: 17 દરવાજા ખોલવામાં આવતા પોરબંદર જિલ્લામાં એલર્ટ
92000 ક્યુસેક પાણી વહી રહ્યું છે: નદીકાંઠાના ગામો સાવચેત રહે

પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ છે પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદની લીધે ભાદર નદીમાં નોંધપાત્ર પાણી વહી રહ્યું છે.
પોરબંદર જિલ્લાના કુતિયાણા અને પોરબંદર તાલુકાના ભાદરકાંઠાના ગામોને જિલ્લા વહીવટી તંત્રએ એલર્ટ કર્યા છે.
ભાદર-૨ ડેમમાં જેટલી આવક છે એટલી પાણીની જાવક કરવામાં આવી રહી છે. ૧૭ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે અને અંદાજે 92000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તેમ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું જિલ્લામાં સ્થાનિક સ્તરે હાલ રાત્રિની સ્થિતિએ ભારે વરસાદ નથી તેથી રાહત છે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
