News of Wednesday, 28th August 2024
મોરબી સહિત અનેક જિલ્લામાં રાહત-બચાવ માટે આર્મી મુકાઈ
મોરબી ઉપરાંત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા અને રાજકોટ જિલ્લામાં આર્મીની કોલમ ડિપ્લોય કરાઈ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) રાજ્યભરમાં ભારે વરસાદને પગલે રાહત બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે મોરબી સહિત અનેક જિલ્લામાં આર્મી મૂકવામાં આવી છે.
અતિ ભારે વરસાદને પગલે કેન્દ્ર સરકારે ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે આર્મીની 6 કોલમ ફાળવી છે. વરસાદથી વધુ અસરગ્રસ્ત મોરબી ઉપરાંત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા અને રાજકોટ જિલ્લામાં આર્મીની કોલમ ડિપ્લોય કરાઈ છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
