<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

ભારે વરસાદની સ્થિતિમાં તંત્ર દ્વારા મળતી સુચનાને પૂરો સહકાર આપો :ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની અપીલ

વર્ષ 2017 માં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મચ્છુ ડેમ નં. 2 ની જે સ્થિતિ હતી તેથી વધારે પાણી આવી રહ્યું છે

 

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : વર્ષ 2017 માં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મચ્છુ ડેમ નં. 2 ની જે સ્થિતિ હતી તેથી વધારે પાણી આવી રહ્યું છે.

27 ઓગસ્ટ સવારે 11.30 આ મેસેજ લખાઈ રહ્યો છે ત્યારે મચ્છુ ડેમ 2 ના જુના 18 દરવાજા પૈકી 16 દરવાજા 15 ફૂટ જેટલા અને નવા 12 દરવાજા 7 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે.

સમગ્ર સ્થિતિ ને ધ્યાનમાં લઈને 2,63,000  ક્યુસેક આવકની સામે 2,31,000 ક્યુસેક પાણીની જાવક છે ત્યારે મોરબી શહેરના નીચાણવાળા વિસ્તાર અને મચ્છુ નદીની આસપાસના, મોરબી અને માળીયા તાલુકાના ગામોને સાવચેત રહેવા, સલામત સ્થળે પહોંચી જવા, જ્યાં રહેવા તથા ભોજનની તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે ત્યાં જવા અંગેની તંત્રની સુચનાનું પાલન કરવા, મોરબી માળિયાની પ્રજાને  ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિનંતી સાથે અપીલ કરી છે.


 

(12:45 AM IST)