<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

જામજોધપુરના સીદસર ઉમિયા માતાજીના મંદિર પાસેથી પસાર થતી વેણુ નદીમાં ઘોડાપુર : કુલ ૧૩ ઈંચ વરસાદ નોંધાયો : જુઓ વિડીયો

દર્શન મકવાણા, જામજોધપુર : જામજોધપુરના સીદસર ગામેં ઉમિયા માતાજીના મંદિર પાસેથી પસાર થતી વેણુ નદીમાં ઘોડાપુર આવ્યું છે. પંથકમાં ધોધમાર વરસાદ પડતા પાણીની ધોમ આવક થતા, વેણુ નદી બે કાંઠે વહેતી થઈ છે.

ગઈકાલે મોડી રાત્રે વરસાદી પાણી મંદિરના પટાંગણમાં પહોંચ્યા હતા અને જાણે વરસાદી પાણી માં ઉમિયાનાં પાવન ચરણોને નમન કર્તા  હોય તેવા દ્રશ્યો સર્જાણા હતા. હાલ પણ પંથકમાં સારો વરસાદ ચાલુ છે અને આ સાથે કુલ ૧૩  ઈંચ વરસાદ નોંધાયો છે.

 

(2:51 PM IST)