<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

મોરબીના લીલાપર રોડ પરની ન્યૂ પ્રજાપત સોસાયટીમાં પૂર જેવી પરિસ્થિતિ.

વરસાદી પાણીનો નિકાલ બંધ થતા શેરીઓમાં પાણી ભરાઈ ગયા

 પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી શહેરમાં ભારે વરસાદના કારણે અનેક રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે મોરબીના લીલાપર રોડ પર પાંજરાપોળ સામે આવેલી ન્યુ પ્રજાપત સોસાયટીમાં પાણી ભરાયા છે. ન્યૂ પ્રજાપત સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ બંધ થતા શેરીમાં પાણી ભરાઈ ગયા છે અને ધીમે ધીમે પાણી સોસાયટીમાંથી બહાર નીકળી રહ્યું છે. જેથી સોસાયટીમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે.

(11:37 AM IST)