તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Wednesday, 28th August 2024
દ્વારકાના દરિયામાં ફસાયેલા ૧૩ માછીમારોનું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કરાયું રેસ્ક્યું : ઓખા બંદર પર સલામત રીતે ખસેડવામાં આવ્યા

કૌશલ સવજયાણી, જામજોધપુર : હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. લોકોના જાન માલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, ફાયર સહિતના વિભાગો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
દરમ્યાન દ્વારકાના દરિયામાં ૧૩ જેટલા માછીમારો ફસાયા હોવાની જિલ્લા વહીવટી તંત્રને જાણ થતાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદ લઇ માછીમારોનું બોટ સાથે રેસ્ક્યુ કરી ઓખા બંદર પર સલામત રીતે ખસેડવામાં આવ્યા છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
