News of Wednesday, 28th August 2024
દ્વારકામાં છેલ્લા ૪૮ કલાકમાં ર૦ ઇંચ વરસાદથી જળ બંબાકાર
સમગ્ર શહેરનો પ૦ ટકા વિસ્તારમાં ર૪ કલાકથી વિજપુરવઠો ખોરવાયોઃ ફરીથી ભદ્રકાળી ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ

દ્વારક:દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના દિનથી જ શ્રી કૃષ્ણનગરીમાં શ્રીકાર વર્ષા સાથે સમગ્ર નગરમાં પાણી પાણી ભરાઇ ગયા છે. જેને લઇને નગર સુમસામ તો બન્યુ છે પરંતુ યાત્રીકોની અવરજવર શુન્ય બની ગઇ છે. છેલ્લા ર૪ કલાકમાં ર૦ ઇંચ વરસાદ પડયો હોય તેમજ મોસમનો કુલ વરસાદ ૭૭ ઇંચ પડયો આજે સવાર સુધી નોîધાયો છે.
સમુદ્ર કિનારે વસેલી દ્વારકાનો સમગ્ર સમુદ્ર કિનારે વરસાદના કારણે અંધકાર છવાયો છે. અને સમુદ્રના વિશાળકાયમાંથી સાથે ભારે વરસાદને લઇને ગઇ કાલના પારગાનોમના દર્શનમાં યાત્રીકોની અપુરતી હાજરી હોય મંદિર પરિસર જન્માષ્ટમી ઉત્સાહ બાદ કફર્યુ જેવી સ્થિતિમાં છે તેમજ યાત્રીકો ન હોવાથી મંદિર આસપાસની દુકાનો ત્યાં શહેરના ખાણીપીણીના રેસ્ટોરન્ટ વિગેરે સુમસામ જાવા મળે છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
