<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઇ ગયેલ પિયુષ સાદીયાનો મૃતદેહ ચેકડેમ પાસેથી મળી આવ્‍યોઃ વિજયભાઇ વાળા, તંત્રની ટીમો ખડેપગે મદદે રહેલ

 રાજકોટ : જેતપુર તાલુકાના રૂપાવટી ગામે બે દિવસ પહેલા પિયુષ મગનભાઇ સાદીયા નામનો યુવાન ચેકડેમના પાણીમાં આકસ્‍મિક પડી જવાથી ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઇ ગયો હતો.

સતત બે દિવસથી તેની શોધખોળમાં જેતપુર તાલુકાના આગેવાન વિજયભાઇ વાળા અને એસ.ડી.આર.એફ.ની ટીમ, મામલતદારશ્રી જેતપુર તાલુકા તેમજ જેતપુર પાલીકાની ટીમ દ્વારા ખડેપગે રહી સતત રાત દિવસની શોધખોળ બાદ આજે ચેકડેમ નજીકથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્‍યો છે.

યુવા વયની નાની ઉંમરના યુવાન પિયુષનું આકસ્‍મિક અવસાન થતા જેતપુર તાલુકાના ગામોમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. 

(4:36 PM IST)