<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પશુપાલક ઘેટા બકરા સાથે પાણીમાં ફસાતા પોરબંદર જિલ્લા તંત્રએ પશુનો આહાર પણ મોકલી મદદ કરી

પશુને એક શેડની અંદર વરસાદથી રક્ષણ આપવા આશરો આપવામાં આવ્યો:પશુ માટે તંત્રએ આહાર પહોંચાડ્યો

પોરબંદર જિલ્લામાં સર્વત્ર પાણી ભરાયેલા છે.ખાસ કરીને નીચાણાવાળા વિસ્તારમાં નદીઓના ભય જનક  પુરને કારણે અચાનક પાણી આવી ગયા છે.પોરબંદર નજીક એક પશુપાલક ઘેટા બકરા લઈને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં ચારે તરફ પાણી આવી જતા  પશુને એક શેડની અંદર વરસાદથી રક્ષણ આપવા આશરો આપવામાં આવ્યો હતો. જ્યાં પશુ માટે તંત્રએ આહાર પહોંચાડી મદદ કરી હતી

  . કલેકટર એસ.ડી. ધાનાણી એ કુતિયાણા પ્રાંત અધિકારી મામલતદાર અને સમગ્ર ટીમને સંવેદનશીલ કામગીરી ને બિરદાવી હતી અને જ્યાં પણ લોકોએ આશરો લીધો હોય ત્યાં તેમને ત્રણેય ટાઈમ ભોજન મળે તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
   પોરબંદર જિલ્લા તંત્રની સાથે રાજ્ય સરકાર પણ સંપર્કમાં છે અને તમામ પ્રકારની મદદ પહોંચાડવામાં આવી રહી છે.

(8:25 PM IST)