તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Wednesday, 28th August 2024
આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો બંધ રાખવા નિર્ણય :ગ્રામ પંચાયતે મિટિંગ બોલાવી કર્યો ઠરાવ
બંધ રાખવા બાબતે ઠરાવ કર્યો :તેની જાણ જીલ્લા કલેકટરને પત્ર મોકલી અપાયો

થાનગઢ : વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આગામી સમયમાં યોજાવાનો હતો. જેને લઈ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મીટીંગ બાદ તરણેતરનાં મેળાને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળો આગામી સપ્ટેમ્બર મહિનાની 6 તારીખથી 9 સુધી યોજાવાનો છે. ત્યારે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા આજરોજ એક મીટીંગ મળી હતી જેમાં આ મેળો બંધ રાખવા બાબતે ઠરાવ કરેલ છે. અને તેની જાણ જીલ્લા કલેકટરને પત્ર મોકલી આપેલ છે.
ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા કલેકટરને ઉદ્દેશીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, અતિભારે વરસાદને કારણે હાલમાં તરણેતર ગામ તળાવ, ડેમ, નદી, નાળા ઓવરફ્લો થઈ ગયેલ છે. તરણેતર ગામને જોડતા તમામ રસ્તાઓ હાલની સ્થિતિએ જો ઉપરવાસમાં સામાન્ય વરસાદ પડે તો પણ સંપૂર્ણ બંધ થાય તેવી શક્યતાઓ રહેલી છે. જેનાં કારણે લોકમેળામાં આવનાર લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમજ આકસ્મિક આફત સર્જાય તેમ હોય.જેથી જેથી ગ્રામ પંચાયત વર્ષ 2024 નો લોકમેળો ગ્રામ પંચાયત પોતાનાં હસ્તક કરવા માંગતી નથી.
તેમજ સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને ધ્યાને લેતા તમામ સૂચનાઓનું ચુસ્તપણે ગ્રામ પંચાતય અતિ ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ચુસ્તપણે પાલન કરાવી શકે તેમ ન હોય જેથી લોકમેળા દરમ્યાન કુદરતી/ કૃત્રિમ અકસ્માત, આફત સર્જાવાની પુરેપૂરી સંભાવના રહેલી હોવાથી ગ્રામ પંચાયત તરણેતરને લોકમેળો 2024 યોજવા સહમત નથી. તેમજ આ બાબતે સરપંચ તેમજ અન્ય સભ્યો દ્વારા ગ્રામ પંચાયતની સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જે ઠરાવને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે.

(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
