News of Wednesday, 28th August 2024
કચ્છમાં મેઘો ઓળઘોળ :ધોરડાના સફેદ રણમાં પાણી ભરાયું; બન્ની, લખપત સહિત સમગ્ર પંથકમાં 8 ઈંચ સુધી વરસાદ
અબડાસામાં આઠ ઈંચ પણ વધારે વરસાદ : બન્ની પંથકના 49 ગામડાઓમાં છેલ્લા બે દિવસમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ થયો : મોરી ડેમ, મુંઘલો ડેમ, જામડાઈ તળાવમાં પાણી આવ્યા

કચ્છમાં ભારે વરસાદને લીધે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છ પણ રાપર, બન્ની, લખપત, મુંદ્રા, ગઝશીશા, અબડાસા પંથકમાં છેલ્લા બે દિવસમાં આઠ ઈંચ સુધી વરસાદ થયો છે.
બન્ની પંથકના 49 ગામડાઓમાં છેલ્લા બે દિવસમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ થયો છે. તેને લીધે અનેક ચેકડેમો તથા જળાશયોમાં નવા નીર આવ્યા છે.ધોરડાના સફેદ રણમાં પાણી ભરાયું છે. વરસાદને પગલે ધોરડો રણ પાણીથી છલકી રહ્યું છે
આ ઉપરાંત કચ્છના અબડાસામાં આઠ ઈંચ પણ વધારે વરસાદ થયો છે. છેલ્લા બે દિવસ દરમિયાન વરસાદ થયો છે. અહીં નરેડીમાં ઈંચ વરસાદ થયો છે. સણોસરા, ગરડા, કોઠારા વિસ્તારમાં ભારે વરસાદ થયો છે.
લખપતમાં પણ ભારે વરસાદ થયો છે.સમગ્ર તાલુકામાં ચારથી પાંચ ઈંચ વરસાદ થયો છે. અહીં અહીં મોરી ડેમ, મુંઘલો ડેમ, જામડાઈ તળાવમાં પાણી આવ્યા છે.
લખપત તાલુકામાં આવેલા ગોધાતડ જળાશય 90 ટકા ભરાઈ જતા ઓવરફ્લો પાણીને લઈ નદીના પટ તથા કાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
