તા. ૧૯ એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૧ શુક્રવાર
News of Thursday, 29th August 2024
જામનગર શહેરમાં ભારે વરસાદને લઈને સર્જાયેલા વિજ વિક્ષેપ સંદર્ભે ધારાસભ્ય-ચેરમેન વગેરે ચિંતિત બન્યા
શહેરમાં સત્વરે વિજ પુરવઠો પૂર્વવત બનાવવા પીજીવીસીએલ ના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

જામનગર:જામનગર શહેરના વરસાદી વાતાવરણ વચ્ચે વિજ વિક્ષેપ સર્જાયો છે, અને શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ છે, ત્યારે જામનગર ના ધારાસભ્ય- સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ ચિંતિત બન્યા છે, અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ છે, અને શહેરના સત્વરે વિજ પુરવઠો કાર્યરત થાય તે અંગે સમીક્ષા કરી હતી.
જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદની સાથે ઝાડ પડવાની ઘટના તેમ જ પવનના કારણે કેટલાક વિજ પોલ કે વીજ વાયર તૂટ્યા છે, તેવા સંજોગોમાં શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
આથી વિજ તંત્રની ટુકડી પૂરતા પ્રમાણમાં કાર્યરત બને, અને વહેલી તકે વીજ પુરવઠો રાબેતા મુજબ થાય, અને લોકોને સમસ્યા હલ થાય તે અંગેની સમીક્ષા બેઠક યોજવા માટે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશ કગથરા વગેરેએ જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરીમાં સમીક્ષા બેઠક યોજી હતી. રાજકોટ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસના યૂ.જી. વસાવા જામનગર આવી પહોંચ્યા હતા, જ્યારે જામનગરના અધિક્ષક ઈજનેર કે. એન. અમીન ઉપરાંત જે. કે. માલવી તથા જી.જી. પટેલ વગેરે સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી, અને શહેરમાં સત્વરે અલગ અલગ ટીમો બનાવીને વીજ ફોલ્ટ દૂર થાય અને લોકોની ફરિયાદનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે, તે અંગે જરૂરી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો, અને તેની યુદ્ધના ધોરણે અમલવારી થાય તે અંગેના સૂચનો કર્યા હતા.
વિજ અધિકારીઓ દ્વારા પણ તે મામલે સત્વરે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
