<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th August 2024

મોરબીનું માર્કેટિંગ યાર્ડ પાણીમાં ગરકાવ થયું, માળિયા હાઈવે તૂટી જતા તાત્કાલિક રીપેરીંગ શરુ.

સતત વરસાદને કારણે યાર્ડમાં પાણી ભરાઈ ગયા;તહેવારોને પગલે યાર્ડનું કામકાજ બંધ હોય જણસની ખાસ આવક ના હોય ઓછી નુકશાની

મોરબી જીલ્લામાં ભારે વરસાદને પગલે અનેક સ્થળે પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી હતી શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થયા હતા તો શહેરના માર્કેટિંગ યાર્ડમાં પણ તળાવના દ્રશ્યો જોવા મળ્યા હતા.

મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડમાં કમરડૂબે તેટલા પાણી ભરાઈ ગયા હતા સતત પડી રહેલ વરસાદને કારણે યાર્ડમાં પાણી ભરાઈ ગયા હતા જોકે તહેવારોને પગલે યાર્ડનું કામકાજ બંધ હોય જેથી જણસની ખાસ આવક ના હોય જેથી ઓછી નુકશાની થવા પામી છે હાલ યાર્ડમાં પાણી ભરાવાને લઈને કેટલું નુકશાન થયું છે તેનો સ્પષ્ટ આંક બહાર આવ્યો નથી પરંતુ યાર્ડમાં પાણીનો ભરાવો જોતા જણસોને વત્તેઓછે અંશે નુકશાન થયું હોય તેવું અનુમાન લગાવી સકાય છે
મોરબી-કચ્છ હાઈવે તૂટી જતા તાત્કાલિક રીપેરીંગ શરુ કરાયું.
મોરબીને કચ્છ સાથે જોડતા નેશનલ હાઈવેના હાલ બેહાલ જોવા મળ્યા હતા સતત પાણીના ધસમસતા પ્રવાહે હાઈવેના ડામર રોડને તોડી નાખ્યો હતો અને ટુકડે ટુકડે હાઈવે વિખેરાઈ ગયો હોય તેવો સીન જોવા મળ્યો હતો ત્યારે હવે તંત્રએ વરસાદે વિરામ લેતા રીપેરીંગ કામ શરુ કર્યું છે હાઈવે પર નાના વાહનોને પસાર કરાવી હાઈવેનું તાકીદે રીપેરીંગ શરુ કરવામાં આવ્યું છે રોડ પર પડેલા મોટા ગાબડા રીપેરીંગ થયા બાદ રોડની એક સાઈડથી વાહન વ્યવહાર શરુ કરાશે તેવી માહિતી તંત્ર પાસેથી પ્રાપ્ત થઇ છે


 

(12:54 AM IST)