News of Thursday, 29th August 2024
અતિવૃષ્ટિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા રાહત કાર્ય
સંતો અને પચાસ સ્વયંસેવકો દ્વારા બુંદી, ગાંઠીયા અને મરચા સાથેના પાંચ હજાર ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરાયું

જામનગર અને જામનગર જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે સ્થળાંતર કરેલા લોકોને ભોજનની સુવિધા મળી રહે તે માટે જામનગરના કમિશ્નર ડી.એન.મોદીનો ફોન આવતા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતો અને પચાસ સ્વયંસેવકો દ્વારા બુંદી, ગાંઠીયા અને મરચા સાથેના પાંચ હજાર ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવેલ. જેનું વિતરણ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવકો અને જે.એમ.સી. દ્વારા કરવામાં આવ્યું. વધારે ફૂડ પેકેટ બનાવવાનું કાર્ય હાલ ચાલુ છે.
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
