News of Friday, 30th August 2024
સોમનાથ મહાદેવને શ્રાવણના ચોથા સોમવાર અને જન્માષ્ટમી નિમિતે શ્રીકૃષ્ણ જન્મ દર્શન શૃંગાર

(દેવાભાઇ રાઠોડ દ્વારા)પ્રભાસપાટણ, તા.૩૦: સોમનાથ મા પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવાર અને જન્માષ્ટમીના તહેવાર નિમિતે લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા.સોમવારે મંદિર વહેલી સવારે ખુલતાની સાથે દર્શન માટે લાંબી કતારો લાગી હતી અને દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધેલ હતો
સોમનાથમા સવારના પાલખી યાત્રા દરમિયાન હજારો ની સંખ્યામાં લોકો જોડાલ અને પાલખી યાત્રા મંદિર પરિસરમાં ભગવાન નગર ચર્ચાએ નિકળે ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયાહતા અને જય સોમનાથના જયઘોષ બોલાવેલ તેમજ સાંજના જન્માષ્ટમી નિમિત્તે શ્રી કળષ્ણ જન્મ દર્શન શ્રળંગાર કરવામાં આવેલ.
લોકોના ધસારાને ધ્યાને લઇ અને જીલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા એ જણાવ્યું કે રવિવાર અને સોમવાર ના થઇપોલીસ કર્મી ઓ રાઉન્ડ ધ કલોક ફરજમા રહલ જેમા બોમ્બ ડિસ્પોઝલ સ્વોડ,એસ આર પી,ધોડેશ્વાર પોલીસ,જીઆરડી અને સોમનાથ ટ્રસ્ટ સેકયુરીટી રહલ
સોમનાથમા સાતમ આઠમ ના તહેવારો તેમજ ચોથા સોમવાર તેમજ રજાઓ ના કારણે સાતમ અને રવિવારે અને સોમવારે લોકો ના ધોડા પુર જોવા મળેલ સમગ્ર ભારત ભર ના યાત્રિકો ની સાથે સ્થાનિક લોકો પણ મોટા પ્રમાણમાં દર્શન કરવા આવેલ હોવાથી સોમનાથ મંદિર, ત્રિવેણી સંગમ, ગોલોકધામ,રામ મંદિર,ભાલકા મંદિરે, વોક વે પથ સહિત દરેક જગ્યાએ લોકો ના ધસારો જોવા મળ્યો જન્માષ્ટમી નિમિત્તે સોમનાથ ખાતે આવેલ ગીતા મંદેર અને અને ભાલકા મંદિરે મધ્ય રાત્રિ ના શ્રી કળષ્ણ જન્મોત્સવ મહાપુજા ૧૧ થી ૧૨,૩૦ સુધી અને રાત્રી ના એક સુધી દર્શન કરવામાં આવેલ.
શ્રાવણના ચોથા સોમવારે સોમનાથ મહાદેવ ને ધવજા ૩૬, સોમેશ્વર પુજા ૪૮, રૂદ્રાભિષેક પાઠ ૫૭૨ નોંધાયેલ હતા.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
