તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 30th August 2024
ઉપલેટાનું સાતવડી ગામ ત્રણ દિ'થી સંપર્ક વિહોણુ

પાનેલી મોટી તા. ૩૦ : ઉપલેટા તાલુકાના છેલ્લા ગામ પાનેલીથી પાંચ કિમિ દૂર આવેલ સાતવડી ગામ છેલ્લા ત્રણ ત્રણ દિવસથી ભારે વરસાદને પગલે સંપર્ક વિહોણું બનતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ગામને જોડતા એક માત્ર ક્રોઝવે ઉપરથી સતત ચાર થી પાંચ ફૂટ પાણી વહેતુ હોય ક્રોઝવે ધોવાઈ ગયેલ હોય નવો બનતો પુલનું કામ હજુ ચાલુ હોય સાતવડીના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના સરપંચ સાથે યુવાનો સતત દેખરેખ રાખી વહેતા પાણીથી લોકોને દૂર રહેવા ચેતવી રહ્યા છે પરંતુ સતત ત્રણ દિવસની મુશ્કેલીથી લોકો હેરાન પરેશાન બન્યા છે. બીમાર બુઝૂર્ગ વ્યક્તિઓને લઈને ભારે ચિંતાનો વિષય બની રહ્યો છે. ગામનું હટાણું શાકભાજી પાનેલીથી થતો હોય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. (તસ્વીર - અહેવાલ : અતુલ ચગ)
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
