હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૭ દિ'એ સૂરજ દેખાયો જો કે, હજુ વિરામ સાથે વાદળા યથાવતઃ ભેંસાણ-ર, લોધિકા-૧ાાા, ચોટીલા, ચુડા-૧ા, લીંબડી-મોરબી-૧ ઇંચઃ સર્વત્ર પાણી પાણીથી જનજીવન હજુ અસ્તવ્યસ્તઃ સર્વત્ર બંધ જેવી હાલત

રાજકોટ તા. ૩૦ :.. છેલ્લા ૬/૭ દિવસથી ચારેબાજુ પાણી-પાણી જેવી સ્થિતિમાં રહેલ જનજીવન વચ્ચે ગઇકાલથી મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહત અનુભવી છે. પરંતુ હજુ પણ આગાહીઓ વચ્ચે વાદળા છવાયેલા હોઇ મેઘરાજા વરસી પડે તેવી ભિતી વર્તાય છે.
બીજી તરફ અમરેલી, રાજકોટ, બોટાદ, અને મોરબી જીલ્લામાં આજ સવારથી અનેક સ્થળોએ તડકો નિકળ્યો છે તો અન્યત્ર સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હજુ વાદળા છવાયેલા રહ્યા છે.
મેઘરાજા ગઇકાલથી રોકાયા છે તેમાં ગઇ રાતના કયાં કયાંક હળવા ઝાપટા વરસ્યા છે આમ છતાં આ લખાય છે ત્યારે સવારથી કયાંય પણ ઝાપટા વરસ્યા ન હોઇ મેઘરાજાએ અત્યારે તો વિરામ લઇ લીધો છે.
છેલ્લા ર૪ કલાકમાં આજે સવારે ૮ વાગ્યા સુધીમાં ભેંસાણ-ર, ચોટીલા, ચુડા-સવા ઇંચ, લોધિાક-પોણા બે, લીંબડી-૧, મોરબી-૧, ઘોઘા-પોણો, તળાજા, ઉના, વિસાવદર, પડધરી-૦ાા તેમજ ગોંડલ-૦ાા અને કોટડા સાંગાણી, પોણો, ટંકારા-૦ાાા, ઘોઘા-૦ાાા, રાજૂલામાં અડધો ઇંચ પાણી પડી ગયું છે.
રાજકોટમાં આખી રાત રાહત રહી હતી ગઇ સાંજે ૯ મી. મી. વરસાદ પડયા બાદ આજે સવારે સૂર્યદર્શન થયા છે.
ગુરૂવારે રાત્રે ૮ થી ૧૦ માં
મોરબીમાં અડધો ઇંચ
મોરબી જિલ્લામાં ર૯ ઓગષ્ટ સવારથી ભારે વરસાદની જગ્યાએ ધીમી ધારે અને છૂટા છવાયો વરસાદ પડેલ. મોરબી જિલ્લામાં રાત્રીના ૮ થી ૧૦ વાગ્યામાં સુધીમાં મોરબીમાં ૧પ મી. મી. એટલે કે અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે ટંકારામાં પ મી. મી. વરસાદ નોંધાયો હતો. જયારે અન્ય તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો.
આજ સવારે ૮ વાગ્યા સુધીના ૮ જીલ્લાના વરસાદના ર૪ કલાકના આંકડા નીચે મુજબ છે.
રાજકોટ જીલ્લો
પડધરી ૧૦ મી. મી.
રાજકોટ ૯ મી. મી.
લોધિકા ૪૪ મી. મી.
કોટડાસાં. ૧૯ મી. મી.
જસદણ ૧૧ મી. મી.
ગોંડલ ૧પ મી. મી.
જામકંડોરણા ૧ર મી. મી.
ઉપલેટા ૪ મી. મી.
ધોરાજી ર મી. મી.
જેતપુર ર મી. મી.
ઝાલાવાડ
પાટડી ૧ મી. મી.
લખતર ૪ મી. મી.
વઢવાણ પ મી. મી.
ચોટીલા ૩૧ મી. મી.
સાયલા ૮ મી. મી.
ચુડા ૩ર મી. મી.
લીંબડી ર૧ મી. મી.
થાનગઢ ર મી. મી.
બોટાદ જીલ્લો
ગઢડા ૩ મી. મી.
રાણપુર પ મી. મી.
ગીર જીલ્લો
તાલાલા ર મી. મી.
કોડીનાર ૯ મી. મી.
ઉના ૧ર મી. મી.
સોરઠ
માણાવદર ર મી. મી.
વંથલી ૭ મી. મી.
જુનાગઢ ૯ મી. મી.
ભેંસાણ ૪૭ મી. મી.
વિસાવદર ૧ર મી. મી.
માંગરોળ ૩ મી. મી.
માળીયા હા. ૬ મી. મી.
મોરબી જીલ્લો
ટંકારા ૧૬ મી. મી.
માળીયા મીં. ૩ મી. મી.
મોરબી ર૩ મી. મી.
વાંકાનેર ૩ મી. મી.
અમરેલી જીલ્લો
કુંકાવાવ-વડીયા પ મી. મી.
બાબરા ૩ મી. મી.
લાઠી પ મી. મી.
અમરેલી ૭ મી. મી.
બગસરા ૩ મી. મી.
ધારી ૧ મી. મી.
સા.કુંડલા ૬ મી. મી.
ખાંભા ૧ મી. મી.
રાજૂલા ૧૦ મી. મી.
ગોહિલવાડ
વલ્લભીપુર પ મી. મી.
ઉમરાળા ૬ મી. મી.
ભાવનગર ૮ મી. મી.
ઘોઘા ર૦ મી. મી.
શિહોર ૪ મી. મી.
ગારીયાધાર ૧ મી. મી.
પાલીતાણા ૮ મી. મી.
તળાજા ૧પ મી. મી.
મહુવા ૪ મી. મી.
જેસર ૮ મી. મી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
