News of Friday, 30th August 2024
અંજારના જરૂરિયાતમંદ ર૦૦ પરિવારને ભોજનઃપીઆઇ અજયસિંહ ગોહિલનું અનુકરણીય કાર્ય
શ્રમજીવી પરિવારની જઠરાગ્નિ ઠારી કાઠિયાવાડી પરંપરા જાળવીઃ અંજાર પોલીસની માનવીય કાર્યની હર્ષભાઇ સંઘવી તથા એસીબી વડા શમશેરસિંઘ દ્વારા પણ નોંધ લેવાઇ

રાજકોટ તા. ૩૦: રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, એસીબી વિગેરેમાં પ્રશંસનીય કાર્ય બજાવી ચૂકેલા હાલ કચ્છ અંજારમાં ફરજ બજાવતા પીઆઇ અજયસિંહ ગોહિલ ટીમ દ્વારા એસપી સાગર બાગમારનાં માર્ગદર્શન હેઠળ કરેલી કાર્યની ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને એસીબી વડા શમશેરસિંઘ દ્વારા નોંધ લેવાઈ છે, પોલીસ તંત્રની લોકોમાં સારી છાપ ઊભી થાય તેવા આ કાર્ય અંગે જાણીએ.
સૌરાષ્ટ્ ગુજરાતમાં આભ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાયેલ, કચ્છની પરિસ્થિતિ તો ખૂબ વિકટ હતી, અંજારમાં શ્રમજીવી અને ગરીબ લોકોની વસ્તી વધુ છે તેવા વિસ્તારમાં પાણી ભરાતા, આ લોકોની મુશ્કેલીમાં મદદરૂપ થવા અંદાજે ૨૦૦ પરિવાર માટે જિલ્લા પોલીસવડા સાગર બાગમારનાં માર્ગદર્શનમાં પીઆઇ અજયસિંહ ગોહિલ ટીમ સાથે પોહચી ગયેલ, લોકોને સુરક્ષિત સ્થાને રહેવા વ્યવસ્થા થયેલ હોવાનું જણાવી ત્યારબાદ જરૂરી સૂચન સાથે પરિસ્થિતિ પામી અજયસિંહ ગોહિલ ટીમ દ્વારા ૨૦૦ પરિવાર માટે ભોજનની વ્યવસ્થા કરાવી.
રોજે રોજનું કમાંઈ અને ખાનાર લોકોની શું હાલત હોય તે સમજતા વાર ન લાગતા આ માનવીય અભિગમ ધરાવતા પીઆઇ દ્વારા ઉપરોકત ભોજન સહિત વ્યવસ્થા થતાં લોકો દ્વારા તેમના પર આશીર્વાદ વરસ્યા હતા. આ ન્યૂઝ ખૂબ વાયરલ થતાં હર્ષભાઈ સંઘવી દ્વારા ટ્વીટર પર નોંધ લેવા સાથે, માનવીય અભિગમ ધરાવતા એસીબી વડા શમશેરસિંઘ દ્વારા પણ નોંધ લેવાઈ હતી.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
