તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Friday, 30th August 2024
રાજકોટ જીલ્લામાં જુગારના ૪ દરોડાઃ ૪ મહિલા સહિત ર૪ પોલીસની ઝપટે ચડી ગયા
પડધરીમાં પ, જસદણમાં ૪ મહિલા સહિત ૭, મોટી પાનેલી ગામે ૪ અને જામકંડોરણાના સોડવદર ગામે ૮ પત્તાપ્રેમી પકડાયા

રાજકોટ, તા., ૩૦: જીલ્લામાં જુગારના ૪ દરોડામાં ૪ મહિલા સહિત ર૪ પોલીસની ઝપટે ચડી ગયા હતા.
પ્રથમ દરોડામાં પડધરી પોલીસે ગીતાનગર પડધરીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) અજય રાજુભાઇ સોલંકી ધંધો મજુરી (ર) ધર્મેશ લવજીભાઇ રોડીયા ધંધો મજુરી (૩) મુકેશ જેન્તીભાઇ સોલંકી (પ) પ્રવિણ વાઘજીભાઇ સીતાપરા ધંધો મજુરી રહે. તમામ ગીતાનગર પડધરી, ગણપત જેન્તીભાઇ સોલંકી રે. ગાંધીનગરને રોકડા રૂા. ૧ર,૧પ૦ સાથે ઝડપી લીધા હતા. જયારે રેઇડ દરમિયાન રાજેશ નાથાભાઇ સોલંકી રે. પડધરી નાસી છુટયો હતો.
બીજા દરોડોમાં જસદણ પોલીસે જસદણ ગીતાનગરમાં રહેતા ચંદ્રાબેન વા-ઓ પ્રતાપભાઇ ખાચર, રહે. જસદણ, ગીતાનગર વાળીના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને રેઇડ કરી જૂગાર રમતા (૧) ચંદ્રાબેન વા-ઓ પ્રતાપભાઇ ખાચર, (ર) સરોજબેન વા-ઓ. કાળુભાઇ મોહનભાઇ નાદપરા, ધંધો ઘરકામ, રહે. જસદણ, ગજાનંદ એપાર્ટમેન્ટ, (૩) હેમાલીબેન વા-ઓ ભાવેશભાઇ સોલંકી ધંધો ઘરકામ, રહે. જસદણ ગંગાભુવન, (૪) લીલાબેન બાબુભાઇ નાગજીભાઇ બારશીયા, ધંધો ઘરકામ રહે. જસદણ ગંગાભુવન, (પ) કાળુ ઓઢભાઇ ખાચર, ધંધો ખેતી રહે. વાંગધ્રા તા. વિંછીયા, (૬) કાના મામૈયાભાઇ રાઠોડ, ધંધો ડ્રાઇવીંગ, રહે. તુરખા ગામ તા. જી. બોટાદ ત્થા (૭) દેવરાજ વાલાભાઇ ખાંભલા, ધંધો ખેતી રહે. વાંગધ્રા તા. વિંછીયાને રોકડા રૂા. ૧૭,૯૦૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજા દરોડોમાં ભાયાવદર પોલીસે મોટી પાનેલી ગામ, ગૌશાળાની સામે નદીના કાંઠે દેવીપૂજક વાસમાં રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) મુકેશ રસીકભાઇ સોલંકી ધંધો મજૂરી, (ર) મહેશ ઉર્ફે જીતેશભાઇ અમરસિંહભાઇ વાઘેલા, ધંધો મજૂરી, (૩) દિપક અમરશીભાઇ વાઘેલા ધંધો મજૂરી ત્રણેય મોટી પાનલી ગૌશાળાની સામે તા. ઉપલેટા તથા (૪) રોહીત નાજીભાઇ સાડમીયા ધંધો મજૂરી રહે. ઠેબા ગામ તા. જી. જામનગરને રોકડા રૂા. ૧૪૧૦ ત્થા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં. ચોથા દરોડોમાં જામકંડોરણા પોલીસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) ભરતસિંહ મનુભા જાડેજા, ધંધો ખેતી રહે. સોડવદર, (ર) ગીગન ભગાભાઇ વંશ ધંધો ડ્રાઇવીંગ, (૩) જશા પરબતભાઇ ભારા, ધંધો મજૂરી, રહે. ડુમીયાણી, (૪) મહીપત ઉર્ફે ટીલી કારાભાઇ રાઠોડ ધંધો ખેતી, રહે. ડુમીયાણા, (પ) લાલજી કરશનભાઇ પોરીયા ધંધો મજૂરી, રહે. ડુમીયાણી, (૬) અશોક બાવનજીભાઇ ઘેટીયા ધંધો વેપાર રહે. ડુમીયાણી (૭) રમણીક ભોવાનભાઇ ભાલોડીયા ધંધો ખેતી રહે. સોડવદર તથા (૮) બળવંતસિંહ સતુભા જાડેજા ધંધો ખેતી રહે. સોડવદરને રોકડા રૂા. ૧૭,૪૩૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
