હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જસદણના ચિતલીયા રોડને પહોળો કરવા રૂા. ૩.૫૨ કરોડ મંજૂર કરાવતા બાવળીયા

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ તા. ૩૦ : ચિતલીયા રોડ વોર્ડ નંબર ૫ ને ડિવાઇડર સાથે પહોળો કરવા રૂપિયા સાડા ત્રણ કરોડ જેવી મતદાર રકમ મંજુર કરાવવા બદલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અને વિવિધ આગેવાનો દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો છે શહેરના સરદાર ચોકથી પ્રજાપતિ સમાજની વાડી સુધી ડિવાઇડર અને ફૂટપાથ સાથે રોડ પહોળો હોય અને ત્યાંથી ખારી સુધીનો રોડ સાંકડો હોય તે બાબતે વિસ્તારના પૂર્વ કોર્પોરેટર નરેશભાઇ ચોહલીયા તેમજ અહીંના શિક્ષણ વિદ્દો આગેવાનો દ્વારા અવારનવાર ધારાસભ્ય શ્રી મંત્રીશ્રીને રજૂઆત કરેલ તેને ધ્યાને લઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આર એન બી પંચાયતમાં આવતો રોડ તત્કાલ પાલિકામાં ભેળવી અને વિકાસ પથ જાહેર કરેલ છે આ રોડમાં બંને સાઈડ ફૂટપાથ વચ્ચે ડિવાઈડર સ્ટ્રીટ લાઈટ સહિત ખારી સુધી આ રોડને પહોળો કરવામાં આવશે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ રોડ મંજૂર થયેલ છે નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ સહિત પાલિકા તંત્ર દ્વારા આ રોડ ની કામગીરી અંગે કવાયત હાથ ધરવામાં આવી છે હાલ ચિતલીયા રોડની કામગીરી અંગે શહેરી સડક યોજનાની ૩.૫૨ કરોડની ગ્રાન્ટ માંથી રૂપિયા એક કરોડ ૪૧ લાખ નગરપાલિકાને ચૂકવી દેવામાં આવ્યા છે જેથી ટૂંક સમયમાં જ આ રોડની કામગીરી શરૂ થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
