<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ગોંડલમાં વીજ ધાંધીયાથી લોકો પરેશાનઃ છેલ્લા આઠ દિવસ વારંવાર વિજળી ગુલ થઇ રહી છે

અધિકારીઓ ફોન ઉપાડતા ના હોવાથી ફરિયાદઃ ફોલ્‍ટ રીપેરીંગ માટે વિજ વિભાગ ઉંધે માથે

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૩૦: ગોંડલ માં છેલ્લા આઠ દિવસથી વારંવાર લાઈટ જતી હોય લોકો પરેશાન બન્‍યા છે.રૂરલ વિસ્‍તારમાં પણ આ સમસ્‍યામાં લોકો ત્રસ્‍ત બન્‍યા છે.છેલ્લા ચાર પાંચ દિવસથી સતત વરસાદ વરસતો હોય ફોલ્‍ટ સર્જાઈ રહ્યા હોય વિજ તંત્રની પ્રિમોન્‍સુન કામગીરી નબળી પુરવાર થઈ હોવાનું બહાર આવ્‍યું છે.

ગોંડલ શહેરી વિસ્‍તાર ઉપરાંત તાલુકાનાં ૩૦ ગામડાઓમાં વારંવાર લાઈટ જતી હોય લોકો પરેશાન બની રહ્યા છે.દિવસનાં તો ઠીક છે.પરંતુ રાત્રીનાં પણ અનેકવાર લાઈટ ચાલી જતી હોય દુવિધા સરજાઈ છે. સતત લાઈટ જતી હોય પીજીવીસીએલ કેર સેન્‍ટર પર જો ફોન કરવામાં આવેતો મુખ્‍યત્‍વે ફોન એંગેજ હોય અને કાંતો ફોન રીસીવ થતો નથી.બીજી બાજુ અધિકારીઓનાં ફોન કાંતો સ્‍વિચ ઓફ હોય અથવા ઉપડતા નથી.આવા સંજોગોમાં લોકો લાઈટ વગર ત્રાહીમામ પોકારી ઉઠ્‍યા છે.

પીજીવીસીએલના સીટી નાયબ કાર્યપાલક એન્‍જી.કણસાગરા એ જણાવ્‍યુ કે છેલ્લા ચાર દિવસમાં ૮૫૦ ફરીયાદો નોંધાઈ છે.છ વ્‍હિકલ સાથે બાર ટીમ સતત કાર્યરત બની રિપેરીંગ કરી રહી છે.

તો રુરલ વિભાગ નાં જુનિયર એન્‍જી.ધડુકનાં જણાવ્‍યા મુજબ રુરલ વિભાગમાં ૩૫૦ જેટલી ફરીયાદો આવી છે.ગુંદાળારોડની સોસાયટીઓ, નાગડકા રોડની સોસાયટીઓ ઉપરાંત નવુ માર્કેટ યાર્ડ રુરલમાં આવે છે.ચાર ટીમ તથા વીસ હેલ્‍પરો ફોલ્‍ટ રીપેરીંગ કરવા દોડી રહ્યા છે.

ફીડર, ટ્રાન્‍સફોરમ, જમ્‍પર માં અવારનવાર ફોલ્‍ટ સરજાઈ રહ્યા છે.તો વિજ તાર તૂટવા ની ફરિયાદો પણ ઉઠી રહી છે. અલબત્ત પીજીવીસીએલ તંત્ર ફોલ્‍ટ રીપેરીંગ માટે હાલ ઉંધે માથે થયુ છે.

સામાન્‍ય રીતે દર બુધવારે સવાર થી લઈ ને બપોર સુધી વિજ કાપ નાં નામે વિજ પુરવઠો બંધ રહેતો હોય છે.પણ ગોંડલ માં રોજબરોજ લાઈટ ચાલી જતી હોય પીજીવીસીએલ તંત્ર દરેક દિવસ ને બુધવાર ગણી રહ્યાનો તાલ સર્જાયો છે.

 

(12:22 PM IST)