<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

પોરબંદર જિલ્લામાં મોબાઇલ નેટવર્ક મળે નહીં તો અન્‍ય નેટવર્ક ઉપયોગ કરી શકાશે

ભારે વરસાદ સમયે ગુજરાત સરકારે શરૂ કરેલી અધિક મોબાઇલ નેટવર્ક સુવિધામાં પોરબંદરનો સમાવેશ

પોરબંદર,તા. ૩૦: વરસાદી માહોલને કારણે પોરબંદર જિલ્લામાં મોબાઈલ પર નેટવર્ક નથી મળતું ? તો ગમે તે નેટવર્ક યુઝ કરી વાત કરી શકાશે. તેવી સુવિધા ગુજરાત સરકાર દ્વારા મર્યાદિત દિવસો સુધી શરૂ કરી છે.

હવામાનની અસર તેમજ સતત વરસાદી માહોલને લીધે પોરબંદર જિલ્લા સહિત આસપાસના જિલ્લામાં મોબાઈલ નેટવર્ક ન મળતું હોવાની બાબતો સામે આવતા સરકાર દ્વારા નાગરિકો કોમ્‍યુનિકેશન કરી શકે તે માટે ગુજરાતના કેટલાક વિસ્‍તારો માટે ગમે તે નેટવર્ક ઉપયોગ કરી શકાય તે માટેનો પ્રબંધ કરવામાં આવેલ છે.

ઇન્‍ટ્રાસર્કલ રોમીંગ વ્‍યવસ્‍થા અંગે ડિપાર્ટમેન્‍ટ ઓફ ટેલીકોમ્‍યુનિકેશન ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ યુનિટ દ્વારા જણાવાયું છે કે, હાલની પરિસ્‍થિતિમાં આ ફેસેલીટી વડોદરા, રાજકોટ, ખેડા, આણંદ, જામનગર, કચ્‍છ, મોરબી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા ડિસ્‍ટ્રીક્‍ટમાં ૩૦ ઓગષ્ટ સુધી ચાલુ રહેશે. પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે કે, મોબાઈલમાં કોઈપણ સીમ હોય અને વરસાદી પરિસ્‍થિતિમાં નેટવર્ક ન મળે તો નેટવર્ક સર્ચ કરીને સિલેક્‍ટ કરીને આ વ્‍યવસ્‍થાનો લાભ લઈ શકાશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(12:51 PM IST)