<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

આર.ટી.ઓ. કચેરી જામનગરની સરાહનીય કામગીરી

વાહનચાલકો સુધી પહોંચ ફૂડ પેકેટનું વિતરણ કરાયું

જામનગર તા.૩૦: સમગ્ર હાલાર પંથકમાં અતિવૃષ્ટિના કારણે લોકોની જાનમાલની સલામતી ખાતર અનેક ભયનજનક માર્ગો સ્‍થાનિક વહીવટી તંત્ર દ્વારા બંદ કરવામાં આવેલ છે.નાળા, પુલ કે કોઝ-વે પરથી વહેતા જળ પ્રવાહના કારણે પણ માર્ગો બંદ થયા જેના કારણે અનેક રાહદારીઓ આ માર્ગો પર અટવાયા હતા. જામનગર દ્વારકા રોડ પર પણ બેડ પાસેનો રસ્‍તો ભારે જળ પ્રવાહના કારણે બંધ થયો હતો જયાં અનેક વાહનચાલકો અટવાયા હતા.જેમને મદદરૂપ થવા આર.ટી.ઓ.જામનગર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.આર.ટી.ઓ જામનગરના ઇન્‍સ્‍પેક્‍ટરશ્રી કે.જી.મેર અને શ્રી પી.એચ.કવૈયા વગેરેએ માનવીય અભિગમ દાખવી આ તમામ રાહદારીઓને તેઓના સ્‍થળ પર પહોંચી ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.અને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપી હતી.

(1:12 PM IST)