News of Friday, 30th August 2024
દ્વારકા જિલ્લાની મુલાકાતે એક માસમાં બીજી વખત પુરની સ્થિતિમાં આવેલા મુખ્યમંત્રીને રજૂઆત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૩૦ : એક જ માસમાં બીજી વખત આવેલા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગઇકાલે ટુંકા સમયમાં આવેલા તથા પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી ત્યારે ખંભાળીયાના પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય દ્વારા મુખ્યમંત્રીને આ વિસ્તારની સમસ્યાઓ અંગે વિસ્તૃત રજુઆત મેઇન દ્વારા કરી જાણકારી અપાઇ હતી.
ઘી નદી પર આમનાથ પાસે ૧ર૦ વર્ષ જુનો કેનેડી બ્રીજ જર્જરીત થયાથી તંત્રએ બંધ કર્યો છે. ત્યારે પાંચ મહિનાથી પી.ડબલ્યુ.ડી. તંત્ર હજુ ટેન્ડર પણ બહાર પાડી શકય નથી ભાણવડ પોરબંદર રોડ તથા નજીકના સોસાયટી વિસ્તારના લોકોને પાંચ કિ.મી.નો રોજ ફેરો કરવો પડતો હોય તંત્ર દ્વારા કંઇ તાકીદ પગલા લેવાતા નથી.
જામનગર રોડ પર ૩ર કરોડના ખર્ચે નવો ઓવરબ્રીજ બે વર્ષથી મંજુર થઇ ગયો. પાંચ માસથી ટેન્ડર પણ મંજુર થઇ ગયું પણ કામ ચાલુ કરવામાં રેલ્વે તંત્રના અધિકારીની નડતર હોય ઓવરબ્રીજના થતા લોકો ઇમરજન્સીમાં ફાટકમાં ફસાયા છે !!
જયારે વરસાદ આવે અને ઘી ડેમ ઓવરફલો થાય ત્યારે પાણીની મેઇન લાઇન ખંભાળિયાને પુરૂ પાડતી કે તણાઇ જાય કે તૂટી જાય છે. હાલ સાત દિવસની પાણી વિતરણ બંધ છે.
ખંભાળીયામાં ૮૬ ઇંચ પડેલા ભારે વરસાદની શહેરના મોટાભાગના રસ્તાઓ ખાડાયુકત થઇ ગયા હોય સમગ્ર રાજયમાં સૌથી વધુ વરસાદ પડયો. ખંભાળિયામાં ત્યારે વરસાદથી રસ્તા નુકશાન માટે ૩/૪ કરોડની ખાસ કિલ્લામાં ગ્રાંટ ફાળવવા પણ માંગ કરવામાં આવી છે.
જામ રાવલમાં દર વર્ષે ત્રણેય બાજુથી ડેમોમાંથી આવતા પાણીથી વિકટ સ્થિતિ લશ્કર બોલાવવું પડે તેવું થતું હોય રાવલની ફરતા જો દબાણો હટાવીને પાણી નો નિકાલ થાય તો આ સ્થિતિ ઉભી ના થાય તેમ હોય આ બાબતે પણ માંગ કરવામાં આવી છે તથા ભૂગર્ભ ગટરની ૪ર કરોડની યોજના ધૂળ ખાતી પડી હોય તાજેતરમાં રાજય સરકારે કરોડો આ યોજના ચાલુ કરવા માટે ફાળવ્યા છે ત્યારે વહેલું કામ થાય તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
