તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 30th August 2024
ધોરાજી પંથકની શ્રમિક પરિવારની સગીરાના અપહરણ દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપીને ૨૦ વર્ષની સજા

રાજકોટ,તા.૩૦: ધોરાજી ગ્રામ્ય પંથક માં પેટીયુ રળવા આવેલા શ્રમિક પરિવારની સગીરા નું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે હરિસિંહ ઉર્ફે હરેશ રાઠવા ને ૨૦ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.તેમજ પીડિતાને રૂપિયા ૭ લાખનું વળતર ચૂકવવા ભલામણ કરી છે. વધુ વિગત મુજબ ધોરાજી ગ્રામ્ય પંથકમાં પેટીયુ રડવા આવેલા શ્રમિક પરિવારની અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી સગીરાનું તારીખ ૨/૧૧ /૨૨ ના રોજ હરીસિંગ ઉર્ફે હરેશ ભઈલા રાઠવા નામના શખ્સ અપહરણ કરી તેના વતનમાં લઇ જઇ દુષ્કર્મ આચાર્ય અંગેની ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હરીસિંહ ઉર્ફે હરેશ ભઈલા રાઠવા નામના શખ્સની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલહવાલે કર્યો હતો. તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ
સરકાર પક્ષે ઍડિશનલ પબ્લિક પ્રોસિટર કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવેલી હતી કે, ફરિયાદ પક્ષે પોતાનો કેસ પુરવાર નથી કરવાનો પરંતુ આરોપીઍ પોતાની નિર્દોષતા પુરવાર કરવાની છે. આરોપી પક્ષ તરફથી ભોગ બનનાર તેઓની સાથે હતા તેવું ઊલટ તપાસ દરમિયાન કબુલાત છે. આરોપી પક્ષે સ્પષ્ટ રીતે આ કબુલાત લેવામાં આવેલી છે. આ રેકોર્ડ પ્રમાણે ભોગ બનનાર ની ઉંમર બનાવ વખતે ૧૪ વર્ષ ૪ મહિના છે, તે સમયગાળા ની ઉંમર પોતાનું ભલું ગુરુ વિચારવા માટે સક્ષમ સમર્થ ન હોઈ શકે ભોગ બનનાર ની માતાઍ પણ પોતાની જુબાનીમાં અમારી જ્ઞાતિનું પંચ બેસેલ અને સમાધાન થતા દીકરી પાછી આવેલી મારી દીકરીની ઉંમર ઓછી હોય તેને સારા નર્સાની ખબર પડતી ન હોય તેને લઈ ન જવાયૅ આમ આ તમામ પુરાવાઓને ધ્યાનમાં લેવામાં આવેલ. બધા મુદ્દાઓ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા ને ધ્યાને લઈ સરકાર પક્ષે ઍડિશનલ પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારખે આરોપીને તકસીરવાન ઠરાવવા માંગણી કરી હતી. ધોરાજીના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહી બુલ્લા શેખ ઍ આરોપી હરસિંગ ઉર્ફે હરેશભાઈ ભઈલા ભાઈ રાઠવા ને પોક્સો ઍક્ટ તથા દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સજા અને ૮૦૦૦ દંડ ફટકાર્યા હુકમ કર્યો છે. ભોગ બનનારને વિકટીમ કંપનસેશન્ સ્કીમ હેઠળ રૂપિયા ૭ લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
