<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

કલ્યાણપુરના દેવળીયા અને ચાસલાણા ગામે પાણીમાં ફસાયેલા 22 લોકોનું NDRF ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું

NDRF દેવદૂત બની આવી સીમ વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવી લેવાયા

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના દેવળીયા તેમજ ચાસલાણા ગામે પાણીમાં ફસાયેલા 22 જેટલા લોકોનું રેસ્કયુ કર્યું છે. NDRF દ્વારા 22 જેટલા લોકોનું રેસ્કયુ કરીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. દેવળીયા તેમજ ચાસલાણા સીમ વિસ્તારોમાં પાણી ફરી વળતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયું હતું. તમામ લોકોને સહી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે. NDRF દેવદૂત બની આવી સીમ વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે

(6:48 PM IST)