<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

મોરબીના શનાળારોડ પર બસ નીચે આવી જતા એક્ટિવા ચાલકનું મોત.

બે એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ રોડ ઉપર પડેલા યુવાન ઉપર ખાનગી બસ ફરી વળી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ સામે વિચિત્ર અકસ્માતમાં બે એક્ટિવા વચ્ચે અકસમાત સર્જાયા બાદ એક એક્ટિવા ચાલક રોડ ઉપર પડી જતા બાજુમાં આવતી બસ એક્ટિવા ચાલક ઉપર ફરી વળતા એક્ટિવા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ સામે બે એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ એક્ટિવા ચાલક હરેશભાઈ મજકુભાઈ બસિયા, ઉ.34 નામનો યુવાન રોડ ઉપર પડી જતા બાજુમાં આવી રહેલી જીજે-6 -વાયવાય – 6781 નંબરની બસ હરેશભાઇ ઉપર ફરી વળતા હરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બનાવ અંગે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.

(7:21 PM IST)